Monday, April 6, 2020

Corona Virus/ Covid 19 In Gujarati




આજ નો આર્ટીકલ COVID-19 ઉપર છે. જેને સામાન્ય રીતે કોરોના વાયરસ તરીકે ઓળખાય છે.
સૌ પ્રથમ આ કોરોના વાયરસ છે શું? જેના લીધે આટલી બધી કાળજી લેવામાં આવે છે?
કોરોના વાયરસ એ કોઈએક સિંગલ વાયરસ નથી પરંતુ વાયરસનો સમૂહ છે, જે પ્રાણીઓ તથા મનુષ્યો માં બીમારી કરી શકે છે. મનુષ્યોમાં મુખ્યત્વે સ્વસનતંત્ર ના રોગ કરી શકે છે. હમણાં જે વાયરસ કરે છે તે કોરોના વાયરસ ડીસીઝ કોવિડ-૧૯(COVID-19).
હવે સવાલ એ આવે કે COVID-19 શું છે? કોવિડ-૧૯ એ એક ચેપી રોગ છે, જે હાલમાં શોધાયેલા નવા કોરોના વાયરસ ના કારણે થાય છે. આ નવો કોરોના વાયરસ અને કોવિડ-૧૯ રોગ એ ડીસેમ્બર માં ચીન ના વુઆના શહેર માં મહામારી તરીકે ફેલાતા પહેલા ઓળખી શકાયો નથી.
કોવિડ-૧૯ ના લક્ષણો શું છે?
કોવિડ-૧૯ ના સામાન્ય લક્ષણો, તાવ આવવો, થાક લાગવો, સુક્કી ખાંસી, અમુક દર્દીઓને માથાનો અથવા શરીરનો દુઃખાવો, નાક બંધ થઈ જવું, નાક માંથી પાણી પડવું, ગળાનો દુઃખાવો વગેરે, જે ધીમે ધીમે વધે છે. આ બધાજ લક્ષણો સામાન્ય ફુલુ માં પણ  જોવા મળે છે. પરંતુ જો તમે વિદેશ થી આવેલા છો, અથવા કોવિડ-૧૯ ના દર્દીના સંપર્ક માં આવ્યા છો, અથવા સામાન્ય દવા કરાવ્યા પછી પણ તમારા લક્ષણો માં વૃદ્ધિ થાય છે, તો અને માત્ર તોજ તમારે કોવિડ-૧૯ નો રીપોર્ટ કઢાવવાની જરૂર છે. કારણ કે ઘણા વ્યક્તિઓ ને કોવિડ-૧૯ નો ચેપ લાગેલો હોય તો પણ તેમનામાં ઉપરના કોઈપણ લક્ષણો દેખાય નહી તેમ પણ બની શકે છે. ૮૦% લોકો કોઈપણ જાતની સ્પેશીયલ ચિકિત્સા વગર પણ આ રોગમાંથી મુક્ત થઈ શકે છે. દર ૬ માંથી ૧ વ્યક્તિ જેને કોવિડ-૧૯ નો ચેપ લાગ્યો હોય તે ખરેખર બીમાર પડે છે, અને તેને જ શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય છે. આ લક્ષણો સામાન્ય રીતે ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ, જેમના શરીરમાં કોઇ પહેલેથી કોઇ તકલીફ હોય જેવી કે, ઉચ્ચ રક્ત ચાપ(હાઇ બ્લડપ્રેશર), હ્રદય ની તકલીફ અને અથવા મધુમેહ(ડાયાબીટીસ) હોય તેમની અંદર આ બીમારીના વધુ પડતા લક્ષણો જોવા મળે છે. જે લોકોને તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય આવતો હોય, તેમણે વૈદ્યકીય સલાહ લેવી જોઈએ.
કોવિડ-૧૯ ફેલાય છે કઈ રીતે?
જે વ્યક્તિ ને કોવિડ-૧૯ નો ચેપ લાગ્યો હોય તેમના સંપર્ક આવવાથી આ રોગ ફેલાઈ શકે છે.
૧. આ રોગ ચેપી વ્યક્તિના સીધા સંપર્ક માં આવવાથી, અથવા ચેપી વ્યક્તિ જ્યારે છીંક કે, ઉધરસ ખાય ત્યારે મોઢા અથવા નાક માંથી જે ડ્રોપલેટ નીકળે છે તે કોઇપણ વસ્તુ ઉપર પડે અને તેને જ્યારે કોઇ વ્યક્તિ અડકે છે, અને ત્યાર બાદ જ્યારે તે હાથે જ પોતાની આંખ નાક અથવા મોઢાને અડકે છે ત્યારે સ્વસ્થ મનુષ્યને પણ આનો ચેપ લાગે છે.
૨. કોવિડ-૧૯ ના ચેપી વ્યક્તિ જ્યારે છીંક કે, ઉધરસ ખાય ત્યારે મોઢા અથવા નાક માંથી જે ડ્રોપલેટ બહાર નીકળે છે તેના સીધા સંપર્ક માં જ્યારે કોઇ સ્વસ્થ મનુષ્ય આવે છે ત્યારે તે પણ ચેપી બને છે.
કોવિડ-૧૯ એ હવા દ્વારા ફેલાય છે?
અત્યાર સુધી જે પણ રીસર્ચ થયું છે તે આ વાત ને સમર્થન આપતું નથી. કોવિડ-૧૯ એ મુખ્યત્વે ડ્રોપલેટ દ્વારા ફેલાય છે, એટલે જ સરકારે એકબીજા થી ૧ મીટર નું અંતર રાખવા સૂચવ્યું છે.
કોવિડ-૧૯ એ કોઇ એવા વ્યક્તિ ના સંપર્ક માં આવવાથી ફેલાય છે જે વ્યક્તિ માં કોવિડ-૧૯ ના કોઇપણ લક્ષણ ના હોય?
આમ તો આ રોગ મુખ્યત્વે ડ્રોપલેટ દ્વારા ફેલાય છે, તેથી જે વ્યક્તિ માં કોવિડ-૧૯ ના લક્ષણો નથી તેનાથી ફેલાવાની શક્યતા નહીવત છે, પરતું ઘણા કેસ માં આવું જોવા મળ્યું છે કે, કોવિડ-૧૯ ના લક્ષણો દેખાતા ૩ થી લઈ ૧૪ દિવસ લાગે છે, તો એવું સ્પષ્ટપણે ના કહી શકાય કે કોવિડ-૧૯ ના લક્ષણો ના દેખાતા હોય તેમના દ્વારા કોવિડ-૧૯ ચેપ ના લાગી શકે.
હું કોવિડ-૧૯ થી બચવા શું કરી શકું છુ?
કોવિડ-૧૯ થી બચવાના ના સામાન્ય ઉપાયો.
1.    નીયમીત રીતે અને વ્યવસ્થીત રીતે હાથ ને આલ્કોહોલ બેઝ હેન્ડ રબ, અથવા હાથ ને સાબુ અને પાણી થી સારી રીતે સાફ કરો. કારણ કે તેનાથી હાથ ઉપર જો કદાચ વાયરસ ચોટયો હોય તો પણ તે નીકળી જાય
2.   તમે બીજા ને મળો ત્યારે ઓછામાં ઓછુ ૧ મીટર નું ડીસ્ટન્સ રાખો. જેના થી જો સામે વાળો વ્યક્તિ ને જો કોવિડ-૧૯ નો ચેપ લાગ્યો હોય અને તે છીંક અથવા ખાંસી ખાય તો પણ ડ્રોપલેટ તમારી ઉપર ના ઊડે.
3.   હાથ થી આંખ નાક ને મોઢાને અડકવાથી બચો, કારણ કે, જો તમારા હાથ માં કોવિડ-૧૯ વાયરસ જો બહાર ક્યાંય થી ચોટયો હોય તો તે તમારા શરીર માં પ્રવેશ ના કરી શકે.
4.   ઘરમાં રહો, અને ઘરમાં પણ બીજા સભ્યોથી ઓછામાં ઓછુ ૧ મીટર નું અંતર જાળવો.
શું મારે કોવિડ-૧૯ થી ડરવાની જરૂર છે?
કોવિડ-૧૯ ના લીધે લાગેલું ઇન્ફેક્ષન ઘણી વખત સામાન્ય હોય છે, દર ૬ માંથી ૧ વ્યક્તિને હોસ્પીટલ માં દાખલ થવુ પડે છે જેમને કોવિડ-૧૯ નો ચેપ લાગ્યો હોય. કોવિડ-૧૯ થી સૌથી વધારે ખતરો ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ ને અને આગળ કહ્યું તેવી મેડીકલ હીષ્ટ્રી હોય તેમને છે.
કોવિડ-૧૯ માટેની દવા શું છે?
અત્યાર સુધી થયેલા રીસર્ચ ઉપરથી કહી શકાય કે કોવિડ-૧૯ ની કોઈ દવા નથી.
પરતું આના માટે તમે તમારી રોગ પ્રતીકારક  શક્તિ વધે તેવી દરેક આયુર્વેદિક, હોમીયોપેથીક, અથવા બીજી કોઇપણ દવા લઈ શકો છો. પરતું તે ફક્ત તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારશે, કોવિડ-૧૯ સામે લડવા માટે. પરંતુ તે તેની દવા નથી.

વધુ જાણકારી માટે સંપર્ક કરો. 

વૈદ્ય. નિર્જર શુકલ 
સદાશિવ આયુર્વેદિક ક્લિનીક પંચકર્મ,એક્યુપંચાર અને અગ્નિકર્મ સેન્ટર 
ગુરુ મંદિર સામે 
હાટડીયા બજાર 
લુણાવાડા 
ફો. +૯૧ ૯૯૭૯૯ ૫૬૬૩૩ 

વૈદ્ય. નિર્જર શુકલ 
સદાશિવ આયુર્વેદિક ક્લિનીક પંચકર્મ,એક્યુપંચાર અને અગ્નિકર્મ સેન્ટર
ઈલાજ મેડીકલ સ્ટોર ની બાજુમાં 
જૂના મણીનગર રેલ્વે ક્રોસીંગ પાસે,
મણીનગર પુર્વ. 
અમદાવાદ 
ફો. +૯૧ ૯૪૨૯૬ ૧૮૮૫૫ 

No comments:

Post a Comment