આ આર્ટીકલ માં આપણે જાણી શું કે આપણી
રોગ પ્રતિકારક શક્તિ જેને આપણે ઇમ્યુનિટી તરીકે ઓળખીએ છીયે તે કઈ રીતે વધારી શકીએ
છીએ. કારણ કે અત્યાર ના સમય માં જ્યારે કોરોના મહામારી ચાલે છે, અને કોરોના ની કોઇ
દવા જ્યારે ઉપલબ્ધ પણ નથી ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ જ આપણ ને બચાવી શકે છે,
કારણ કે તમે જોયું હશે કે કોરોના વાયરસ ની મુખ્ય અસર ફક્ત તેમને થાય છે જે ઇમ્યુનો
કોમ્પ્રોમાઇઝ હોય એટલે કે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થયેલી હોય જેમ કે,
ડાયાબીટીશ, હ્રદય રોગ, હાઇ બ્લડ પ્રેશર, તથા ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ના વ્યક્તિ,
તથા ૧૪ વર્ષ કે તેથી નાની ઉંમર ના બાળકો.
- સૌ પ્રથમ તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો છો ત્યારે તમારે ખાલી પેટે નીકળવાનું નથી. આમ તો અત્યારના લોક ડાઉન ના સમય માં ઘરની બહાર નીકળવાનું નથી, પરંતુ જો તમે ઇમરજન્સી ડયુટી પર છો, અથવા ઘરની કોઇ વસ્તુ લેવા ના છુટકે તમારે બહાર નીકળવું પડે છે તો ખાલી પેટે નિકળવાનું નથી. આનો અર્થ આવો થાય છે, કે ઘરની બહાર નીકળતા પહેલા પેટ ભરીને ખાવાનું છે. આનું મુખ્ય કારણ એ છે કે ખાલી પેટે આપણા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. અને તમને બહારની કોઈપણ બીમારી અથવા જેને આપણે ઇન્ફેકશન કહીયે છીયે તે લાગી જવાની શક્યતા ખુબજ વધી જાય છે. આયુર્વેદ માં પણ કીધું છે, સવારનું જમવાનું રાજા ના જમવા જેવુ હોવું જોઈએ આનો અર્થ એ થાય છે કે, તમારે સવારે બને તેટલો ભારે તથા વિવિધ જાતનો ખોરાક ખાવો જોઈએ. જેમ કે રોટલી શાક દાળ, ભાત, સલાડ, અથાણું, પાપડ વગેરે.
- હવે ઘણાને એવું થશે કે કેં મે સૌથી પહેલા ભોજન ને પ્રધાનતા આપી કારણ કે ભોજન એક એવી વસ્તુ છે જે રોજ રોજ અને દરેક વ્યક્તિ માટે જરુરી છે. અને બધા વ્યક્તિ સરળતાથી આને અનુસરી શકે છે.
- હવે જો આયુર્વેદિક પ્રમાણે જોવા જઈએ તો નિમ ગળો જેને આયુર્વેદ માં ગૂડુચી કીધું છે, અને આપણાં દેશના ગામડામાં જે સરળતાથી મળી શકે છે ગળો ના પાનાં, મૂળ, શાખા, છાલ બધું જ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી છે. તમે જો ઈચ્છો તો ગળો ને સૂકવી તેનું ચૂર્ણ બનાવી શકો છો, તેનો ક્વાથ એટલે કે કાઢો બનાવી ને પણ ઉપયોગ માં લઈ શકાય છે.
- તુલસી આ સૌથી કોમન છે કારણ કે લગભગ બધા તુલસી ને સારી રીતે ઓળખે છે અને તેનો ઉપયોગ વર્ષો થી થતો આવ્યો છે. તુલસી ના પત્તા ને ચાવીને ખાવાથી અથવા તેને નિમ ગળો ના ક્વાથમાં નાખવાથી ઘણો ફાયદો થાય છે.
- હળદર લગભગ તમામ ઘરોમાં વપરાય છે, હળદર એ પણ એક સારુ રોગ પ્રતિકારક દ્રવ્ય છે જેને તમે કાંતો દૂધમાં અથવા એક ચમચી સિદ્ધુ ફાકી ને ઉપયોમાં લઈ સકો છો.
- નીમ જેને આપણે સામાન્ય રીતે લીમડા તરીકે ઓળખીએ છીયે તે રોગ પ્રતિકારક શક્તિ વધારવા ખુબજ ઉપયોગી છે.
- લીમડા ના પાનાં ને તમે કાંતો સૂકવી પાવડર કરી ને એક એક ચમચી રોજ લઈ શકો છો અથવા તો લીમડા નો રસ સવારે કાઢી તાજો પીવાથી પિત્ત શાંત થાય છે અને રક્ત શુદ્ધિ થાય છે.
- એલોવેરા જેને સામાન્ય ભાષામાં કુમારપાઠુ કહેવામાં આવે છે તે પણ પિત્ત શામક અને ત્વચા માટે ખુબજ ગુણકારી છે.
- અર્જુન એ હ્રદ્ય છે, જ્યારે ક્ષીરપાક કરીને તેનો ઉપયોગ કરવામાં આવે, અને આવા સમય માં હ્રદય ના દર્દીઓને સાચવાનું વધુ હોય છે તો અર્જુન ક્ષીરપાક નો ઉપયોગ કરી શકાય છે.
- અશ્વગંધા એ બલ્ય છે જેનાથી શારીરક બળ વૃદ્ધિ થાય છે. જેથી અશ્વગંધાને રોજ સવારે દુધમાં લેવું હિતકારક છે.
- જો શક્ય હોય તો રોજ સવારે અને સાંજે ઘરમાં છાણાં અને તેમાં કપૂર અને ગૂગલ નાખીને ધૂપ કરવું જોઈએ જેનાથી ઘરમાં વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાં પોઝીટીવ એનર્જી આવે છે.
- રોજ સવારે અને સાંજે અડધો કલાક યોગ, પ્રાણાયામ, વ્યાયામ કરવો જોઈએ. જેનાથી શારીરીક અને માનસીક રીતે સ્વસ્થ થવાય છે.
ઉપરોક્ત આપેલ સલાહને જો તમે પાલન કરશો અને
ઘરમાજ રહેશો તો આપ આવા કપરા સમયમાં પણ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો અને તમારા
ઘરના સર્વે કોરોના સામે સુરક્ષીત રહેશો.
વૈદ્ય. નિર્જર શુકલ
સદાશિવ આયુર્વેદિક ક્લિનીક પંચકર્મ,એક્યુપંચાર અને અગ્નિકર્મ સેન્ટર
ગુરુ મંદિર સામે
હાટડીયા બજાર
લુણાવાડા
ફો. +૯૧ ૯૯૭૯૯ ૫૬૬૩૩
વૈદ્ય. નિર્જર શુકલ
સદાશિવ આયુર્વેદિક ક્લિનીક પંચકર્મ,એક્યુપંચાર અને અગ્નિકર્મ સેન્ટર
ઈલાજ મેડીકલ સ્ટોર ની બાજુમાં
જૂના મણીનગર રેલ્વે ક્રોસીંગ પાસે,
મણીનગર પુર્વ.
અમદાવાદ
ફો. +૯૧ ૯૪૨૯૬ ૧૮૮૫૫
સદાશિવ આયુર્વેદિક ક્લિનીક પંચકર્મ,એક્યુપંચાર અને અગ્નિકર્મ સેન્ટર
ગુરુ મંદિર સામે
હાટડીયા બજાર
લુણાવાડા
ફો. +૯૧ ૯૯૭૯૯ ૫૬૬૩૩
વૈદ્ય. નિર્જર શુકલ
સદાશિવ આયુર્વેદિક ક્લિનીક પંચકર્મ,એક્યુપંચાર અને અગ્નિકર્મ સેન્ટર
ઈલાજ મેડીકલ સ્ટોર ની બાજુમાં
જૂના મણીનગર રેલ્વે ક્રોસીંગ પાસે,
મણીનગર પુર્વ.
અમદાવાદ
ફો. +૯૧ ૯૪૨૯૬ ૧૮૮૫૫
No comments:
Post a Comment